Friday, 8 March 2019

હિરા ઉદ્યોગ પર મુશ્કેલીના વાદળ... આ વખતે કારણ બન્યું છે.... ચીન...

હાલમાં જ ડોલરની મજબૂતાઇ વધવાને કારણે સમગ્ર વિશ્વ
માં મોટાભાગા દેશોની કરન્સી નબળી પડી છે, ત્યારે ચીનની કરન્સીને પણ મોટો ફટકો પડ્યો છે. ચીની કરન્સી નબળી પડવાને કારણે આની સૌથી મોટી અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પડી છે.

ચીન દ્વારા સુરતથી એ ગ્રેડના હીરાની 30 ટકા જેટલી ખરીદી કરવામાં આવે છે, પરંતુ આ હીરાનું પેમેન્ટ 120 દિવસમાં કરવાનું હોય છે, પરંતુ કરન્સીનું ડિવેલ્યુએશન થવાને કારણે હાલ આ પેમેન્ટ અટકી ગયા છે. જેની અસર હાલ સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઇ રહી છે.

સુરત હીરા ઉદ્યોગ જ્યારે પણ બેઠો થવાનો પ્રયત્ન કરે કે, એક પછી એક ફટકો તૈયાર જ હોય છે. હાલમાં જ હીરા ઉદ્યોગ મંદીમાંથી જેમ તેમ બહાર આવ્યો ત્યાં તુરંત જ ચીન તરફથી આ હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર આવી રહ્યા છે.

હાલમાં ડોલરની મજબૂતાઇને કારણે વિશ્વના અનેક દેશોની કરન્સીનું ડિવેલ્યુએશન થઇ રહ્યું છે, ત્યારે ચીનની કરન્સી પણ 25 ટકા જેટલી નબળી પડી છે. આ કરન્સી નબળી પડવાને કારણે સુરતના હીરા ઉદ્યોગને ફટકો પડ્યો છે તો જોઇએ આ ફટકો કેવી રીતે પડ્યો છે.

સુરતમાં બનતા 30 ટકાથી વધુ હીરા ચીન ખાતે નિકાસ કરવામાં આવે છે. આ હીરા અહીંથી ગયા બાદ તેમાંથી જ્વેલરી બની વિશ્વના બીજા દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

આ હિરા અહીંથી ચીનના વ્યાપારી મંગાવે ત્યારબાદ તેઓ 120 દિવસે પેમેન્ટ કરતા હોય છે, પરંતુ હાલમાં ચીનની કરન્સી નબળી પડવાને કારણે તેઓ પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લાં કરી રહ્યા છે.

આ ઉપરાંત ચીનના વેપારીઓ હીરાના ભાવના 25 ટકા ઓછા નાણાં આપવાનું જણાવી રહ્યા છે. આ કારણે હાલ સુરતના હીરા ઉદ્યોગને એ ફટકો પડી શકે એમ છે.

ડાયમંડ બ્રિજ ગ્રુપ

No comments:

Post a Comment