આ લેખ છેલ્લે સુધી ખાસ વાંચશો...
ઘરમાં કે બગીચામાં તમે હીંચકા પર બેઠા હશો. હીંચકાની એ ગતિનો વિચાર કરીએ તો એ સામેની બાજુએ છેક
ઊંચે જાય અને પછી એટલા જ વેગથી એ પાછળની બાજુએ ઊંચે જશે. આમ હીંચકો ખાતો માણસ થોડા સમય પછી એ હીંચકો થોભાવે છે, ત્યારે એણે જ્યાંથી હીંચકો ખાવાનું શરુ કર્યું હતું, ત્યાં જ આવીને ઊભો હોય છે...
બસ, આપણા મનમાં જાગતી ચિંતાની ગતિ આવી જ છે. ચિંતા તમારા મનને આમતેમ ખૂબ દોડાવશે. આગળ- પાછળ ખૂબ ઘુમાવશે. વિચારોને ફરતા ભમરડાની માફક ગોળ ગોળ ફેરવશે. ઘડિયાળના લોલકની જેમ એક બાજુથી બીજી બાજુ મન પળના ય વિલંબ વિના દોડતું રહેશે. આ બધાંને અંતે વિચાર કરશો તો તમે જ્યાં ઊભા હશો ત્યાં જ ઊભા હશો. જ્યારે ચિંતાનો હીંચકો
ચાલતો હતો ત્યારે થોભીને એક શ્વાસ પણ લેવાનો સમય નહોતો અને એ અટકી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો હતા ત્યાંના ત્યાં જ છીએ. માણસ ચિંતાની ફેરફુદરડી ફરતો હોય છે, ત્યારે એ એમાં ડૂબી ગયો હોય છે. હોથ હલાવી, આંખ મીચીને ઘૂમતો હોય છે. આજુબાજુનું કશું દેખાતું નથી. વળી આમાં કેટલીક ચિંતા એના મનમાં સ્થાયીરૂપે વસતી હોય છે.
ચિંતાને દૂર કરવાનો ઉપાય શો ?
આ ચિંતાને હીંચકો ઝુલાવવાને બદલે જરા હિંચકો પકડીને જમીન પર પગ ખોડીને ઊભા રહો, પછી વિચારો કે આ ચિંતાના નિવારણ માટે શું કરી શકાય ? એના કયા કયા ઉપાયો અને પગલાઓ છે ? મનમાં અહીંથી તહીં કૂદતી અને સતત આમતેમ ઘૂમતી ફેરફુદરડી જેવી ચિંતાને ઊભી રાખો. એને ઉભી રાખ્યા પછી એ ચિંતાને બરાબર પકડી રાખો.
એ ચિંતાને પકડ્યા પછી એના વિશે સાંગોપાંગ ચિંતન કરો. એનો ઉપાય શોધો અને એની અજમાયશ કરો.
કર્મયોગી કે ધ્યાનયોગી પોતાના જીવનમાં આવતી ચિંતાગ્રસ્ત સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આવો જ
ઉપાય યોજે છે. આ ઉપાયને કારણે એમને આ ચિંતાનું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે અને પછી એ ચિંતા જન્માવનારી બાબતોનો વિચાર કરશે અને તેને પરિણામે એમાંથી મુક્તિ પામવાના પ્રયાસો કરશે.
મુદ્રક, પ્રકાશક, સંશોધક, લેખક, બંધારણવિદ્ અને સ્થિત- વિધૂતનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક એવા બહુમુખી પ્રતિભા ધરાવતા બેન્જામિન ફ્રેન્કલિનને જીવનભર ચિંતા સાથે પનારો પડ્યો. એના પિતાના સત્તર સંતાનોમાં દસમું સંતાન. પિતા સાબુ અને મીણબત્તી બનાવવાનો વ્યવસાય કરે.
માંડ દસ વર્ષ સુધી અભ્યાસ કરવા મળ્યું. બારમા વર્ષે મોટાભાઈના મુદ્રણાલયમાં શિખાઉ તરીકે જોડાયો, પરંતુ મોટા ભાઈના તોછડા અને અપમાનજનક વ્યવહારના કારણે નોકરી છોડી દીધી. ઘર છોડીને બેન્જામિન ફ્રેન્કલિન બોસ્ટનમાં રહેવા આવ્યા, ત્યારે માતાપિતાને એની ખૂબ ચિંતા થતી. પહેલા તો બેન્જામિનનો કોઈ પત્તો મળ્યો નહીં અને ઠેકાણું મળ્યું ત્યારે એને ઘેર આવવા વિનંતી કરી.
જવાબમાં બેન્જામિન ફ્રેન્કલિનને લખ્યું, ‘હું અહીં સ્વતંત્ર રીતે જીવું છું અને ખુશ છું. મારા વિશે સહેજે ચિંતા સેવશો
નહીં. હું જરૂર સફળ થવાનો જ છું.’ અને જીવનભર કપરી પરિસ્થિતિનો સામનો કરનારા બેન્જામિન ફ્રેન્કલિનને ચિંતાને અળગી રાખીને વિવિધ ક્ષેત્રોમાં એની બહુમુખી પ્રતિભાના તેજ પાથર્યા. ચિંતાને જે પોતાના પર સવાર થવા દે છે, તેના પર ચિંતા સવાર થઈ જાય છે.
દેશના વિભાજન સમયના સરદાર વલ્લભભાઈની કાર્યશૈલી જોઈએ એટલે એમાંથી ચિંતામુક્તિના પુરુષાર્થનો અંદાજ મળે છે,
જ્યારે આજના યુગમાં આપણી પાસે સ્ટીવ જોબ્સનું ઉદાહરણ છે. વીસ વર્ષની ઉંમરે એણે પોતાના ઘરના ખૂણે બેસીને સ્ટીવ વૉઝનેટ સાથે ઍપલ કોમ્યુટર બનાવ્યું. માત્ર દસ જ વર્ષમાં ભંડકિયામાં શરૂ થયેલો પ્રયત્ન વિરાટ એપલ કંપનીમાં પરિવર્તિત થયો. બે અબજ ડોલર અને ચાર હજાર કર્મચારીઓ ધરાવતી એપલ કંપનીમાં મકિન્ટોસ કમ્યુટર બનાવ્યું પણ એવામાં બંને વચ્ચે મતભેદ ઊભા થયા અને પોતે સ્થાપેલી કંપનીમાંથી સ્ટીવ જોબ્સને
પાણીચું મળ્યું, પણ એનાથી ચિંતિત કે નિરાશ થવાના બદલે એણે નવેસરથી શરુઆત કરી. એણે વિચાર્યું કે ભલે મારી અવગણના થઈ હોય, છતાં કાર્યો પ્રત્યેનો પ્રેમ એટલો જ સાબૂત અને મજબૂત છે, માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ પછીના પાંચ વર્ષ એણે પોતાની કંપની ‘નેકસ્ટ” સ્થાપવામાં પસાર કર્યા. એ પછી બીજી કંપની ‘પિક્સલ’ સ્થાપી અને એ કંપનીએ ‘ટોય સ્ટોરીઝ’ નામની
પહેલી કપ્યુટર એનિમેટેડ ફિલ્મ બનાવી. આ પ્રયાસોએ સ્ટીવ જોબ્સને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. સ્ટીવ જોબ્સનો એનિમેશન સ્ટુડિયો અભૂતપૂર્વ સફળતાને પામ્યો. ઘટનાઓ એવી બનતી ગઈ કે એપલ કંપનીએ ફરી સ્ટીવ જોબ્સને બોલાવ્યો. સ્ટીવ જોબ્સ ‘નેક્સ્ટ’માં જેે ટેક્નોલોજી વિકસાવી હતી, તે ફરી એપલના પુનરુત્થાનનું કારણ બની. એ માનવા લાગ્યો કે એપલમાંથી મળેલી રૂખસદ આશીર્વાદરૂપ બની. કારણ એપલમાંથી એની હકાલપટ્ટી ન થઈ હોત, તો ટેક્નોલોજીના આવા વિશાળ ક્ષેત્રની ખોજ એની સર્જનશીલતાને તક સાંપડી ન હોત.
બીજી બાજુ એવી વ્યક્તિઓને પણ આપણે જોઈએ છીએ કે જેમનો એકમાત્ર પુત્ર દિવ્યાંગ હોય અથવા પોતાના ખુદના શરીરમાં કોઈ મોટો રોગ હોય તો આ ચિંતા એના મન પર સતત સવાર રહે છે. આવી સ્થાયી સમસ્યાઓની ચિંતા કરીને રોજેરોજ વ્યક્તિ પોતાના જીવનને વ્યગ્ર બનાવે છે. મનમાં વિચારવું કે આવી ચિંતામાંથી મુક્તિ મેળવવી મારે માટે અશક્ય છે, તો શા માટે અશક્યને શક્ય બનાવતા આત્મવિશ્વાસ અને પુરુષાર્થ પર શ્રદ્ધા મૂકીને જીવવું નહીં ? એનાથી ઘણી અસંભવિત વાતો સંભવિત બની છે, તો આ વાત પણ સંભવિત બનશે, એવી શ્રદ્ધાથી એ ચાલે તો એની ચિંતાનું કારણ આપોઆપ દૂર થઈ જશે.
આવી રીતે ચિંતા કરતી વ્યક્તિઓને ઘણીવાર તમે સૂનમૂન બેઠેલી જોઈ હશે. વળી ચિંતિત રહેવાને કારણે થતા જુદા જુદા રોગોની વાત તો ક્યાં કરવી ! આથી તો ચિંતાને ચિતા સમાન ગણવામાં આવી છે. જે ચિત્તમાંથી ચિંતાને કઈ રીતે દૂર રાખવી એ સમજી શકતો નથી, એનાં તન અને મનનું સ્વાથ્ય બગડે છે, વ્યવસાયમાં એકાગ્રતાના અભાવે મનની સ્થિતિ પણ નબળી પડે છે અને તેથી જ આવી ચિંતા કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિ એના સમયની અને જીવનની બરબાદી કરે છે.ઘણીવાર તો વ્યક્તિના જીવનનું આયોજન જ ચિંતા વધારનારું હોય છે.અવ્યવસ્થિત વ્યક્તિઓ સતત ચિંતામાં રહેતી હોય છે. કારણ કે એમને દરેક કામ સમયસર પૂરું કરવામાં મુશ્કેલી પડે છે. અને એથી પ્રત્યેક કામ ચિંતાના બોજ સાથે કરતા હોય છે..ચિંતાના સંદર્ભમાં રુડ્યાર્ડ કિપ્લિંગે તો એવી સલાહ આપી છે કે, ‘જો તમારો સ્વભાવ ચિંતા કરવાનો હોય, તો તમે ચિંતા કરીને ભલે આપત્તિઓને નિમંત્રણ આપો, કિંતુ એ તમારા પડોશીઓને ઉધાર આપશો નહીં.' આનો અર્થ એ થયો કે ઘણી વ્યક્તિઓ પોતાની ચિંતા બીજાની સમક્ષ ગાણા ગાતી હોય છે, બીજી વ્યક્તિ એની ચિંતા સંભાળતી હોય છે, પરંતુ એ ચિંતા જાણીને એ બીજું કશું કરી શકતી નથી. આથી પોતાની ચિંતા બીજાને ઉધાર આપવી જોઈએ નહીં એમ કરીને વ્યક્તિ પોતાના જીવનને વધુ વ્યર્થ રીતે બરબાદ કરતી હોય છે. ફ્રાંસના પ્રભાવવાદી ચિત્રકાર પિયરે- આગુસ્ત રેવા ૧૯૧૦ પછી ચાલી શકતા નહોતા. આંખનું તેજ સાવ ઓછું થઈ ગયું હતું. ચિત્રકારના હાથ ધ્રુજતા હતા. થોડીવાર બેસે એટલે શરીર થાકીને લોથપોથ થઈ જાય. ધ્રુજતી આંગળીઓથી માંડ માંડ પીંછી પકડી શકતો. મૃત્યુ એની પથારી પાસે આવીને ઊભું હતું. આમ છતાં કશી ય ચિંતા કર્યા વિના ધ્રૂજતા હાથે રેન્વા પીંછી પકડીને પોતાનું સર્જન કરતો હતો અને કહેતો
હતો કે, આ ચિત્રકલા એ જ મારો વિશ્રામ છે અને એની સાધના સાથે જ મારે ચિરવિશ્રામ મેળવવો છે. પછી
શરીરની વ્યાધિની ફિકર શી કરવી ?

Very nice.... Anil Jariwala... 👌
ReplyDelete