ફક્ત ડાયામીટરના માપ પરથી જાણો તૈયાર હીરાનું વજન
પ્રશ્ન :ધારો કે કોઈ એક કાચો હીરો છે જેનું વજન ખબર નથી. પણ એનો મિનિમમ ડાયામીટર 7.83 mm છે , એ ખબર છે. તો એમાં રાઉન્ડ શેપનો તૈયાર હીરો બનાવવો હોય તો કેટલું પોલીશ વજન આવે એ કોઈ પણ ચાર્ટ કે ટેક્નોલોજી ની મદદ લીધા વિના કેવી રીતે જાણી શકાય ......?
......આજના ટેક્નોલોજીના યુગમાં બધું જ કામ મશીનરીને આધિન થઈ ગયું છે, કોઈ પણ ક્ષેત્રમાં આજના જેવી ગળાકાપ હરીફાઈના કારણે રૂઢિચુસ્ત કાયૅપ્રણાલીને વળગી રહેનાર કે મેન્યુઅલ કામ કરાવનાર વ્યક્તિ સમય જતાં ફેંકાઈ જાય છે, એટલેકે નુકશાન સહન કરવું પડે છે. માટે સમયની સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે, પણ મશીનરી અને ટેક્નોલોજીના આ યુગમાં માણસ પોતાની વિચારશક્તિ ગુમાવતો જાય છે,માટે આપણે એ જ જૂની કાર્યપદ્ધતિને ભૂલવી પણ ન જ જોઈએ.
......... આપણા હિરા ઉદ્યોગમાં પણ આજ વાત લાગુ પડે છે.આજના સમયમાં સરીન મશીનની મદદથી જ કાચા હીરાનું પ્લાનિંગ થાય છે, જોકે આજથી ૧૫ વર્ષ પહેલાં કે જ્યારે સરીન મશીન ન હતા, ત્યારે પણ મેન્યુઅલ ડાયમંડ પ્લાનિંગ થતું જ હતું અને હીરાના વેપારીઓ કોઈપણ હીરામાં પોતાના અંદાજ પ્રમાણેનું વજન, કલર, પ્યોરીટી, કટ બેસાડતા જ હતા અને નફો કમાતા જ હતા.(જોકે એક વાત સાચી છે કે આજના જેટલું પરફેક્ટ તૈયાર વજન સાથેનું પ્લાનિંગ ન હતું પણ આજે પણ એ જ મેન્યુઅલ કાર્યપદ્ધતિનો ઉપયોગ કશે ને કશે તો થાય જ છે.)

.....વનિૅયર (કેલિપર) એ પહેલાના સમયમાં હીરો માપવાનું હાથવગુ સાધન હતું કે જેના દ્વારા હીરાનો ગેજ એટલેકે ડાયામીટર જાણી શકાતો હતો, જેનાં આધારે હીરો ખરીદનાર વેપારી કે પ્લાનિંગ કરનાર વ્યક્તિ જે - તે કાચા હીરામાં તૈયાર વજનનો અંદાજ લગાવતો હતો કે જે કાર્યપદ્ધતિ આજના સમયમાં પણ ઘણા વેપારીઓ અનુસરે જ છે...
.... કોઈપણ હીરામાં ડાયામીટરનું માપ એ એના આધાર સ્થંભ સામાન હોય છે કે જેના આધારે જ તૈયાર હીરાના બીજા બધાજ આનુષંગિક માપ નક્કી થાય છે, એટલેકે કોઈ પણ તૈયાર હીરાનું વજન કેટલું છે...? ટેબલનું માપ કેટલું છે...? કાચા હીરામાં કેટલું તૈયાર વજન બેસવાનું છે ...? એ જ રીતે તળિયું, મથાળું, ધાર ઉપરાંત એના કોઈ પણ એંગલનું માપ ડાયામીટરના માપ પરથી જ નક્કી થાય છે.
.... હાલમાં આપણે વાત કરીશું કે ફક્ત ડાયામીટરના માપ પરથી રફ હીરામાં રાઉન્ડ શેપમાં કેટલું તૈયાર વજન બેસસે..? અને કેવી રીતે જાણી શકાય...?
.... ડાયામીટર પરથી કોઈ પણ કાચા હીરામાં તૈયાર વજનનું માપ કાઢવા માટે સૌ પ્રથમ હીરો કયા કટમાં બનાવવાનો છે.....? એ નક્કી કરવું પડે...એટલેકે એ હીરો excellent, very good, good કે fair કટમાં બનાવવાનો છે...? એ નક્કી કરવું પડે. (આવું નક્કી કરવાનું કારણ એ છે કે કોઈપણ વ્યક્તિનું પોલીશ ડાયમંડનું સેલિંગ કેવું છે....? એટલેકે કયા કટનો હીરો એ વધુ ઝડપથી અને વધુ ડોલરમાં વેચી શકે છે એના આધારે એ હીરો કયા કટમાં બનાવવો... ? એ નક્કી કરશે.)
.... ધારોકે, એ હીરો excellent કટમાં બનાવવાનો હોય તો maximum 62.5%ની ટોટલ હાઈટે બનાવી શકાય...
....❓ આ 62.5% ટકાવારી એ શું છે.....? એ પણ સમજવું ખૂબ જ જરૂરી છે
.... આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે કોઈપણ હીરાની ટોટલ હાઈટ પણ ડાયામીટરને આધારે જ નક્કી થાય છે...
(એટલેકે કોઈપણ હીરામાં ડાયામીટરની ટકાવારી 100% હોય છે, માટે excellent કટમાં 62.5%ની હાઈટનો અર્થ એ છે કે જો ડાયામીટર 100% છે, તો ટોટલ હાઈટ 62.5% છે)
.....માટે એના આધારે રાઉન્ડ પોલીશ હીરાની mm માં ટોટલ હાઈટ જાણવી હોયતો.......
ટોટલ હાઈટ mm = ડાયામીટર mm X 62.5%
માટે, ટોટલ હાઈટ mm = 7.83 mm X 62.5%
માટે, 7.83 mm નો ડાયામીટર ધરાવતા હીરાની mm માં ટોટલ હાઈટ =4.89 mm ગણાશે...
.... હવે, રાઉન્ડ શેપમાં તૈયાર વજન =
ડાયામીટર mmX ડાયામીટર mmX હાઈટ mm÷164
માટે, તૈયાર વજન =7.83 X 7.83 X 4.89 ÷ 164
માટે, તૈયાર વજન = 1.828 Ct.
👉 જવાબ :7.83 mm ના ડાયામીટરમાં રાઉન્ડ શેપનો હીરો excellent કટમાં(62.5%ની ટોટલ હાઈટે)1.82 ct. આવે...
.... જો રફ હીરાનું મોડલ જ પલચું હશે તો એ પ્રમાણેની હાઈટમાં એટલેકે 59%ની હાઈટે પણ હીરો બનાવવો પડે તો એવા હીરામાં ઉપરના સમીકરણમાં excellent કટની હાઈટ 62.5%ને બદલે 59% મૂકીને તૈયાર હીરાનું વજન જાણી શકાશે... માટે એ બાબતે ગૂંચવાંશો નહીં
... એજ રીતે આ જ 7.83 mm ડાયામીટરમાં VGકટમાં(64.2%),GD કટમાં(66%) કે FR કટમાં(68%) રાઉન્ડ શેપનો હીરો કેટલો આવશે એ હવે તમે જાતેજ જાણી શકશો.... એજ રીતે અલગ અલગ ડાયામીટરમાં પણ અલગ અલગ કટમાં રાઉન્ડ શેપમાં કેટલું વજન આવશે...? એ તમે જાણી શકશો, અને એ પણ કોઈ પણ ચાર્ટ કે ટેક્નોલોજીની મદદ વગર....!!! આ ગણતરી પ્રમાણે આવતું રાઉન્ડ શેપનું તૈયાર વજન સરીન મશીન સાથે પણ સરખાાવજો...
👉 ડાયમંડને લગતા calculations સમય સમયે હું આપની સમક્ષ રજૂ કરતો રહીશ...અને આપસૌ પણ આવી જ ડાયમંડ ને લગતી માહિતી શેર કરતા રહો એવી વિનંતી છે
"......વિદ્યા વહેંચવાથી જ વધે છે........."
માટે આપની સાથે કામ કરતા વ્યક્તિઓનું નોલેજ વધારતા રહો અને કામથી અટવાયેલા વ્યક્તિઓને પણ રસ્તો બતાવતા રહો અને આ જ રીતે માનવતા ફેલાવતા રહો એવી અપેક્ષા છે, ક્યારેક કોઈની દુઆથી જ આપણે કામ કરવા સશક્ત છીએ ....
...👉 જો આપને આ માહિતી રસપ્રદ લાગી હોય તો આ લિંક ડાયમંડમાં કામ કરતા આપણા બીજા ભાઈઓને પણ ફોરવર્ડ કરશો અને આપના રિવ્યૂ 👇નીચે આપેલા કમેંટ બોક્સમાં જરૂર જણાશો...
લિ ગ્રુપ એડમિન
ડાયમંડ બ્રિજ ગ્રુપ
🙏આભાર 🙏

No comments:
Post a Comment