Tuesday, 19 March 2019

હોળી પર કરો આ ઉપાય, થશે ધન પ્રાપ્તિ અને આર્થિક સમૃદ્ધિ...

જ્યોતિષ શાસ્ત્ર મુજબ હોળીના દિવસે કરેલા ઉપાય ખુબ જલ્દી શુભ ફળ આપે છે. જ્યોતીષશાસ્ત્રીઓ  મુજબ હોળીના દિવસે તાંત્રિક ક્રિયાઓ માટે ખુબ જ લાભકારી છે. હિંદુ ધર્મમાં હોળી અને દિવાળી આ બે તહેવારનો લોકો ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોવે છે.


👉 હોલિકા દહનવાળા દિવસે સવારે વહેલા ૧૦૮ પારાની એક માળા બનાવીને મંદિરમાં લક્ષ્મીજીને ચડાવવી જોઈએ જેનાથી સમૃદ્ધી વધે છે.

👉 જો વેપાર અથવા નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો ૨૧ ગોમતી ચક્કર લઈને હોલિકા દહનની રાતમાં શિવલિંગ પર ચડાવી દો જેનાથી તમારા બીઝનેસમાં ફાયદો થશે.

👉 હોળી ઉપર કોઈ ગરીબને ભોજન જરૂર કરાવો,જેનાથી તમારી મનોકામના પૂરી થશે.

👉 જો રાહુને લીધે કોઈ પરેશાની છે તો એક નારિયેળનો ગોળો લઈને એમાં અળસીનું તેલ ભરો તેમાં થોડો ગોળ નાખો અને આ ગોળાને બળતી હોલીકામાં નાખી દો. એનાથી રાહુનો ખરાબ પ્રભાવ ખતમ થઈ જશે.

👉 કુતરા આશ્રમમાં આપી દેવાથી ધન પ્રાપ્તિ અને સમૃદ્ધિ વધશે.

👉 હોલિકા દહનના સમયે એક સુકો ગોળામાં બુરો ભરીને તેને બળતી હોળીમાં નાખી દેવાથી ધનપ્રાપ્તિ થશે.

👉 હોલિકા દહન થયા બાદ રાત્રીમાં ઘરમાં પૂજા સ્થળ પર બેસી શ્રી સુક્તના અગિયાર બાર પાઠ કરે ધન સમૃધી પ્રાપ્ત થશે.

👉 ઘરની સુખ સમૃધ્ધિ માટે પરિવારના દરેક સભ્યને હોલિકા દહનમાં ઘીમાં બોળેલી બે લવીંગ, એક પતાસું અને એક પાનનું પત્તું જરૂર થી ચડાવવું. સાથે જ હોળીની ૧૧ પરિક્રમા કરતા કરતા હોળીમાં સુકા નારિયેળની આહુતિ આપવી જોઈએ.

👉 જો તમારા ઘરમાં કોઈ ભૂત પ્રેતનો સાયો હશે તો જયારે હોળી બળી જાય ત્યારે તમે હોળીકાની થોડી અગ્નિ તમારા ઘરમાં લાવી અને તમારા ઘરના અગ્નિ ખૂણામાં તે અગ્નિને તાંબા અથવા મીટ્ટીના વાસણમાં રાખી દયો. સરસોના તેલનો દીવો પ્રગટાવો. જેનાથી તમારી પરેશાની દુર થઈ જશે.

👉 જો કોઈ અજ્ઞાત ડર રેહતો હોઈ તો હોળી પર એક સુકો જટા વાળું નારિયેળ, કાળા તલ અને પીળા સરસો એક સાથે લઈને તેને સાત વાર તમારા માથા ઉપરથી ઉતારી બળતી હોલીકામાં નાખી દયો જેથી તમારો ભય ખતમ થઈ જશે. હોળીકાના બીજા દિવસે હોળીકાની રાખ ને ઘરે લાવીને તેમાં થોડી રાઈ અને નમક મિલાવીને રાખી દયો.આ પ્રયોગથી ભૂત પ્રેત અથવા નઝર દોષથી મુક્તિ મળશે.

👉 હોળીથી શરુ કરી બજરંગ બાણના ૪૦ દિવસ સુધી રોજ પાઠ કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. હોલિકા દહન સમયે જે અંગાર બળે છે તેમાં પાપડ શેકીને ખાવો જેનાથી શરીરને અનેક ફાયદા મળી રેહશે. હોલિકા દહન સમયે હોળીની ૭ પ્રદક્ષિણા કરવી જેનાથી અક્ષય પુણ્ય મળે છે.

👉 હોળીના દિવસે એક રોટલી પર 5 પતાશા અને ચાંદીનો વરખ રાખી ગાયને ખવડાવો જીવનમાં ધન સમૃદ્ધી આવશે. હોળી દહન સમયે ધન પ્રાપ્તિની કામના કરતા કરતા સફેદ રંગની મીઠાઈ બળતી આગમાં રાખી દયો જેથી ધન સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

No comments:

Post a Comment