Friday, 27 October 2023

ગુગલ પર "ભારત ના ટોપ10 ક્રિમિનલ" "વિશ્વ ના ટોપ10 ક્રિમિનલ" સર્ચ કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના ફોટો શા માટે આવે છે?

ઘણા લોકો આનો સાચો ઉત્તર જાણતા નથી. પણ મારા માટે આ પ્રશ્ન ના ત્રણ અલગ અલગ જવાબ હોય શકે 

પહેલો જવાબ : 

હકીકતમાં ગુગલનું સર્ચ એન્જીન એક વિશિષ્ટ પ્રકારના અલગોરીધમ પર કામ કરે છે. ગૂગલનું સર્ચ એલ્ગોરિધમ કેવી રીતે કાર્ય કરે છે તે એક ગુપ્ત માહિતી છે. ગુગલના અનુસાર તેમનું સર્ચ રિઝલ્ટ વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા સર્ચની માહિતીને આધારે પરિણામ આપે છે. સર્ચ દ્વારા બતાવેલ પરિણામો 200 થી વધુ પેજ રેન્ક પરિબળો પર આધારિત હોય છે. જે નક્કી કરે છે કે સર્ચ પરિણામ પછી ક્યાં વેબપેજ કે ફોટોને સૌથી પહેલા બતાવવું જોઈએ. તે આ 200 વેબપેજને આધારે નક્કી થાય છે. આ એક પ્રકારનું અલગોરીધમ છે. ગૂગલ કહે છે કે તેનું સર્ચ એન્જિન પરિણામ અથવા કંપનીના અભિપ્રાય અથવા માન્યતાઓને દર્શાવતું નથી, પરંતુ AI(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વિચારે છે. ગૂગલ સર્ચને આધારે શ્રેષ્ઠ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે તેના આધારે કેટલાક અલગોરીધમ નક્કી કરેલ છે કે સેટ કરેલ છે. પરંતુ ઘણીવાર આમાં મિસ્ટેક થઈ જાય છે જે નરેન્દ્ર મોદી બાબતમાં બન્યું. હકીકત એ છે કે ગુગલનું અલગોરીધમમાં ભૂલને કારણે આ સર્ચ રિઝલ્ટ બતાવે છે.

જ્યારે ગુગલની આ બાબતે ટીકા થવા માંડી તો ગુગલ બચાવ મોડમાં આવી ગયું અને રક્ષણાત્મક વલણ અપનાવ્યું ,તેમને જવાબ આપ્યો કે “આ પરિણામો ગૂગલના અભિપ્રાય અથવા આપણી માન્યતાને પ્રતિબિંબિત નથી કરતા; અમારા અલ્ગોરિધમનો આપમેળે આ ફોટાઓ વેબ પેઝીસ અને ક્વેરી સાથે મેળ ખાય છે. "

ગૂગલ ફેડરલ ટ્રેડ કમિશનની ચકાસણી હેઠળ આવ્યું ત્યારે તેને શોધ્યું કે સર્ચ એન્જિન જાહેરાતો માટે ક્લિક્સ મેળવવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે.

બીજો જવાબ: 

ગુગલ મા સર્ચ કરો ત્યારે ગૂગલ એ શબ્દો નેટ મા શોધે અને ક્યાંય પણ મેચ થાય એટલે એ રિઝલ્ટ મૂકી દે એટલે આવું બન્યું હોય શકે 

દુનિયા મા લોકો માંગો એટલા રૂપિયા આપે છે ગૂગલ સર્ચ ના પેહલા પેજ પર આવવા માટે. એની માટે SEO જરૂરી છે. એસઇઓ એટલે શું એ બધા ને ખબર હશે એટલે એની ચર્ચા નહિ કરું પણ શોર્ટ વર્ઝન, ગુગલ પર ઉપર આવવા વેબસાઈટ અને લખાણ મા થોડા ફેરફાર કરવા પડે છે. જેના થી ગૂગલ ને શોધવા મા સહેલું પડે.

એટલે જયારે કેટલાક મોદી વિરોધી લોકો વેબસાઈટ બનાવી એમાં વધારે મા વધારે લખે કે મોદી દુનિયા નો એક નંબર નો ક્રિમિનલ છે ત્યારે એવુંજ શોધવા વાળા ને એજ રિઝલ્ટ જોવા મળે 




ત્રીજો જવાબ : 

સૌ પ્રથમ તો તમને જણાવી દઉં કે આના માટે ગૂગલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ની માફી પણ માંગી લીધી હતી આના માટે.

ગુગલ એ એલ્ગોરિધમ પાર કામ કરે છે. ગૂગલે માં એક નહિ પણ એક કરતા વધુ એલ્ગોરિધમ છે.

ગુગલ પાંડા, ગુગલ પેગ્વિન, ગુગલ પિજિયન, હમીંગ બર્ડ, રેન્ક બ્રેઇન, આવા એલ્ગોરિધમ ની મદદ થી એ લોકો સુધી માહિત પહોંચાડે છે.

હવે જયારે કોઈક લોકો ગુગલ પાર કૈક સર્ચ કરે ત્યારે એમને આવું રિઝલ્ટ બતાવે છે પણ કોઈક વખતે એમના એલ્ગોરિધમ માં ખામી ના કારણે આવી ભૂલો થાય છે.

આવી ભૂલ ની સુધારણા માટે તેઓ ORM એટલે કે ઓનલાઇન રેપ્યુટેશન મેનેજમેન્ટ દ્વારા આવી ભૂલો સુધારી શકાય છે.

No comments:

Post a Comment